Talk:બોલવું

Hello, you have come here looking for the meaning of the word Talk:બોલવું. In DICTIOUS you will not only get to know all the dictionary meanings for the word Talk:બોલવું, but we will also tell you about its etymology, its characteristics and you will know how to say Talk:બોલવું in singular and plural. Everything you need to know about the word Talk:બોલવું you have here. The definition of the word Talk:બોલવું will help you to be more precise and correct when speaking or writing your texts. Knowing the definition ofTalk:બોલવું, as well as those of other words, enriches your vocabulary and provides you with more and better linguistic resources.

@Nizil Shah મેં conjugation ઉમેર્યો અહીં. તમને કેવું લાગે છે? DerekWinters (talk) 19:27, 3 August 2017 (UTC)Reply

@Nizil Shah Also, કયું છે?: "તેઓ બોલે" કે "તેઓ બોલો"? બહુ વપરાય નહીં એટલે મને ખબર નથી. DerekWinters (talk) 21:14, 3 August 2017 (UTC)Reply
@DerekWinters. મારું વ્યાકરણ બહુ સારું નથી પણ વપરાશ અને મારા સામાન્ય જ્ઞાન મુજબ જણાવીશ. desirativeમાં "બોલવું હોવું" મુક્યું છે પણ નોંધ મુજબ એવું Conjugation હોતું નથી. કદાચ "બોલતું હોવું" એના સ્થાને હોવું જોઈએ પણ મારું વ્યાકરણ સારું નથી એટલે ચકાસી તેમ કરશો.. "આઓ" લગભગ ક્યાંય વપરાતું નથી પણ એના સ્થાને "આ લોકો" એવું જ વપરાતું જોવામાં આવે છે. "તું" સાથે future conjugation "તું બોલશે" વપરાતું નથી પણ "તું બોલીશ" એમ વ્યવહારમાં વપરાય છે. "તેઓ બોલે" સાચું છે, "તેઓ બોલો" નહીં. Negative present progressiveમાં ભૂલ લાગે છે કારણકે negative બતાવતો કોઈ ભાવ એમાં લાગતો નથી તો ચકાસી લેશો. past માં "નથી બોલતું" માં નથી negative ન હોવા છતાં કેમ મુક્યું છે એ સમજાયું નહીં. બીજો section મને બરાબર સમજાયો નથી. બાકી બધું બરાબર લાગે છે. બીજા કોઈ પ્રશ્ન હોય તો જણાવશો. આ template બનાવવાની મહેનત કરવા બદલ આભાર. :)--Nizil Shah (talk) 06:05, 4 August 2017 (UTC)Reply
પહેલાં sectionમાં બેય નોંધના નંબર 1 છે ત્યાં કદાચ 1 and 2 આવતા હશે.--Nizil Shah (talk) 06:13, 4 August 2017 (UTC)Reply
ચાલવું પર પણ ઉમેરી ચેક કરી જોયું છે.--Nizil Shah (talk) 07:18, 4 August 2017 (UTC)Reply
ટૂંકા verbs જેમકે ખાવું, હોવું, જવું માટે આ કામ નથી કરતું. એના માટે બીજું ટેમ્પ્લેટ જોઇશે.--Nizil Shah (talk) 07:37, 4 August 2017 (UTC)Reply
@Nizil Shah Desirative એટલે કે: મારે બોલવું છે, જે infinitive-રૂપે બોલવું હોવું હોય ને?
તમારા જવાબ પરથી હવે એ યોગ્ય લાગે છે.
આઓ અને તેઓ વાપરવામાં બહુ આવે નહીં એ જાણું, પણ હું માનક ગુજરાતી અનુસાર કરવા ગયો 'તો.
ઓકે.
સાચ્ચે?? મને "તું બોલશે, તું કરશે" એજ મોટાભાગે સાંભળવામાં આવે છે, પણ હું બેવ મૂકીશ templateમાં.
દક્ષિણ ગુજરાતમાં "તું બોલશે" એવું હજુ વપરાય છે પણ મધ્ય ગુજરાતમાં અને standard ગુજરાતીમાં "તું બોલીશ" એવું જ કહેતું જોવા મળે છે.
હાં ભૂલ થઈ ગઈ બેવમાં. ઠીક કરી નાખીશ.
ઓકે.
અને હાં, આ બસ એજ ક્રિયાઓ જેનો અંત વ્યંજન હોય એનાજ માટે ચાલે છે.
ટૂંકા (બે શબ્દ)વાળા ક્રિયાપદો માટે પણ આવું ટેમ્પ્લેટ શક્ય છે. આનો અલ્ગોરિધમ પણ બનાવી શકાય એમ છે જેના વડે ક્રિયાપદમાંથી સીધું conjનું ટેબલ જનરેટ થાય. પણ હું પ્રોગ્રામિંગ જાણતો નથી એટલે માત્ર ફ્લોચાર્ટ બનાવી શકું. પ્રોગ્રામિંગ કોઈક નિષ્ણાતે કરી આપવું પડે. (મોડ્યુલ?)
ધન્યવાદ તમારી મદદ માટે DerekWinters (talk) 17:18, 4 August 2017 (UTC)Reply
@Nizil Shah થઈ ગયું ઠીક! પણ તમને કયો section ન સમજાયો? અને કાંઈ બાકી રહે છે? DerekWinters (talk) 17:28, 4 August 2017 (UTC)Reply
Imperative forms Negative માં અમે/આપણે "ન બોલીએ" મુકવાની જરૂર છે. જે સેક્શન સમજાયો ન હતો તે હવે સમજી ગયો છું. :) --Nizil Shah (talk) 05:51, 5 August 2017 (UTC)Reply
પહેલાં sectionમાં બેય નોંધના નંબર 1 છે ત્યાં કદાચ 1 and 2 આવતા હશે. તે જોઈ લેશો.--Nizil Shah (talk) 07:12, 5 August 2017 (UTC)Reply

Flowchart

Algorithm flowchart for conjugation of verbs in Gujarati language
Diff styles of conjugation of verbs in Gujarati language: Section 1

ફ્લોચાર્ટ દોરીને મુક્યો છે. કોઈ પ્રશ્ન હોય અથવા ન સમજાય તો પૂછશો. પાંચ styleના templates conj માટે જોઇશે. કયા ક્રિયાપદ માટે કયું template વાપરવું એ ઉપરનો ફ્લોચાર્ટ નક્કી કરી આપશે. અને ફ્લોચાર્ટ વડે જે તે conj. form માટેના root પણ બનાવી શકાય અને ક્યાં કયું root વાપરવું એ પણ નક્કી થઇ શકે.--Nizil Shah (talk) 06:28, 5 August 2017 (UTC)Reply

મેં પહેલાં સેક્શન માટે બધી styleના conjના template ફોટામાં બનાવી મુક્યા છે. આવી જ રીતે પાંચેય styleના conjના template નક્કી કરવા પડશે.--Nizil Shah (talk) 07:12, 5 August 2017 (UTC)Reply
Root = common letters from verb used for creating conj. Style A, B, C has different roots for making conj. Style D and Style EF are similar except change in passive (noted as Style F here). So They have two types of roots; one for style D and E, one for F. So one template for style DEF can work as used now in બોલવું.--Nizil Shah (talk) 07:20, 5 August 2017 (UTC)Reply
@Nizil Shah હું તમારી અતિશય આભારી. જબરદસ્ત! આ લઈને હું મંડી પડીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. DerekWinters (talk) 02:19, 6 August 2017 (UTC)Reply